Shivghat Waterfall - Ahwa Dang
પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને મોનસૂનની જાદૂઈ દુનિયામાં આપનું સ્વાગત
Dang District ગુજરાતનું એક સૌથી હરિયાળું, શાંત અને કુદરતી સૌંદર્યથી ભરેલું પ્રદેશ છે. Ahwa નજીક આવેલું Shivghat Waterfall અહીંનું એક એવું સ્થળ છે, જે રસ્તા પરથી જ દેખાઈ જાય છે, પરંતુ તેનો અનુભવ જસ્ટ રોડસાઇડ કરતા ઘણો વધુ ઊંડો અને મનને શાંતિ આપનાર છે. અહીં પર્વતોની વચ્ચે વહેતો ઝરણો, બાજુમાં આવેલું શિવજી ની મૂર્તિ અને હનુમાનજીની મૂર્તિ, અને ચારેબાજુ ઘન જંગલ મલીને Shivghat ને Dang નું એક ખાસ, અનોખું અને શાંતિભર્યું સ્થળ બનાવે છે.
📍 Shivghat ક્યાં આવેલું છે?
GPS Code (approx): PMXR+HX3, GJ SH 174, Chinchli, Gujarat
Ahwa થી અંતર: અંદાજે 2 થી 2.5 km
રસ્તા પરથી જ ઝરણો અને મંદિર જોવા મળતા હોવાથી આ સ્થાન એકદમ સરળ અને accessible છે. કોઈ ટ્રેકિંગ નહીં, કોઈ ચડાઈ નહીં સરળ, શુદ્ધ અને મસ્ત અનુભવ.
🌧️ Monsoon Season - Shivghatનો સાચો જોરો રૂપ
જો કોઈ વ્યક્તિ Shivghat ને તેની સાચી ઓળખમાં જોવા ઈચ્છે, તો એને મોનસૂન માં જ જરૂર આવવું જોઈએ.
મોનસૂનમાં અહીંનો નજારો કથા જેવા નહિ લાઈવ ફિલ્મ જેવો લાગે છે.
પર્વતોની બાજુ પરથી સફેદ ફીતા જેવા વહેતા ઝરણા,
ચારેકોર હરીયાળીનો અર્પાર વિસ્તાર,ઝાડોમાંથી આવતા વરસાદના ટીપાં,
હળવો ધુમ્મસ,
પવનમાં ભીની માટીની સુગંધ…
આ બધું મળી ને Shivghat મોનસૂનમાં Dang districtનો સૌથી સુંદર spot બની જાય છે.
રસ્તા પરથી જ પાણીના powerful waterfall નો અવાજ સાંભળો ને પછી તેની પાસે ઉભા રહો પુરા શરીરે ઠંડા પાણીની છાંટા પડતાં જ મોનસૂનની મજા શરુ થઈ જાય છે.
Monsoon ma to ahi no nazaro aavo chhe…
Ek vaar joine koi pan kahes Arey wah! Aa to dang nu asli heaven chhe!
🛕 Shivghat - કુદરત + આધ્યાત્મિકતા
Shivghat ને Shivghat બનાવતું મુખ્ય કારણ માત્ર તેનો પાણીનો ઝરણો નથી
એના બાજુમાં આવેલું શિવજીનું મંદિર અને હનુમાનજીની આકર્ષક મૂર્તિ છે.
મોનસૂન દરમિયાન પાણીનો પ્રવાહ ક્યારેક મંદિર પર સીધો પડે છે.
એ દ્રશ્ય એકદમ અહોભાવથી ભરેલું લાગે છે.
પાછળથી ઝરણો, આગળ ભગવાન…
આવું કુદરત અને આધ્યાત્મિક એકતાનું example બહુ ઓછું જોવા મળે.
📸 Photography Lovers માટે Heaven
હું અને મારી ટીમ જ્યારે Shivghat પર જતા હોઈએ, ત્યારે સામાન્ય ફોન નહીં
અમે proper high-quality Equipment લઈને ફર્યે છીએ.
આમારી Equipment List:
📷 Camera: Canon R8 (Full-frame Mirrorless)
-Superb low-light performance
- Excellent dynamic range (monsoon cloudy scenes માટે perfect)
- 4K 60fps video
📸 Lenses:
-Wide-angle lens
🎥 Tripod / Mini-rig / Gimbal
🕶️ ND Filters for waterfall smooth shotsઆ બધાની હેલ્પથી અમે high-quality photos અને cinematic videos Silent Nature Channel માટે regular ઉતારતા રહીએ છીએ.
✨ Shivghat Experience - એક સ્થિરતા, એક શાંતિ
Shivghat એ એક સ્થળ છે જ્યાં તમે થોડા સમય માટે બધાથી disconnect થઈ જાઓ છો.
મોબાઈલની ઝંઝટ નથી, અવાજ નથી, ભીડ નથી…
તમે-પર્વત-પાણી-વન-અને ભગવાન.
શિવજી ની મૂર્તિ અને હનુમાનજીની મૂર્તિ આગળ બેસીને ઝરણાનો અવાજ સાંભળો
એ એક Nature Meditation જેવી લાગણી આપે છે.
જંગલનો ઠંડો પવન, ભીની માટીની સુગંધ, અને ceilings નીચેનું કુદરતી પાણી
આ બધું મળી ને Shivghat trip ને મનની શાંતિ આપનાર બનાવે છે.
🚶♂️ Safety Tips (જરૂરી)
મોનસૂનમાં પથ્થરો પલળેલા હોય છે ધીમે ચાલો
ઝરણા નીચે deep પાણી નથી પણ પ્રવાહ તેજ હોઈ શકેપથ્થરો નજીક સાવચેત રહો
Kids ને નજરમાંથી દૂર ન થવા દો
કચરો ન નાખો કુદરત ને respect આપો
🍃 Nature Conservation - આપણી જવાબદારી
Shivghat roadside છે. લોકો આવે છે જાય છે.....
પણ કુદરત તો એ જ જગ્યા પર રહે છે.
અપણે જ તેનું સાચવવાનું છે. પ્લાસ્ટિક ન નાખવું
📝
Shivghat Waterfall મારા માટે માત્ર એક ઝરણો નથી
એ એક પ્રકૃતિની શાંતિભરેલી ક્ષણ છે.
Monsoon હોય કે વીનામોસમ-Shivghatની સુંદરતા હંમેશા unique છે.
Follow Silent Nature
🙏 આ લેખ અને ફોટો-વિડિઓ, અમે જંગલોમાં ફરી-ફરીને, મહેનતે, Canon R8 અને અમારા equipment થી તૈયાર કરીએ છીએ.
જો આ માહિતીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. 🙏
અમે આગળ પણ nature lovers માટે નવા નવા બ્લોગ, ફોટો અને વીડિયોઝ લાવતા રહીશું.”
➡️ Follow Silent Nature on YouTube
➡️ Instagram Page: Silent Nature
➡️ Facebook Page: Silent Nature
Thank you so much for reading! 🌿✨